નવી દિલ્હી: કોરોના વાઈરસ ફેલાવવાને લઈને હવે એક એવો ખુલાસો થયો છે જેને જાણીને દુનિયાભરની સરકારો અને મેડિકલ એક્સપર્ટ્સની ઊંઘ ઉડી જવાની છે. શાંઘાઈના અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાઈરસ હવે હવામાં હાજર સુક્ષ્મ પ્રવાહી ટીપામાં ભળીને ફેલાવવા લાગ્યો છે અને તે હવામાં તરતા તરતા બીજા વ્યક્તિને પોતાના ભરડામાં લઈ રહ્યો છે જેને એરોસોલ ટ્રાન્સમિશન કહે છે. અત્યાર સુધી આ વાઈરસના ડાઈરેક્ટ ટ્રાન્સમીશન અને કોન્ટેક્ટ ટ્રાન્સમીશન અંગે જ પુષ્ટિ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona virus: ચીન વિશ્વને ભ્રમિત કરી રહ્યું છે? 'ભૂલ'થી લીક થયો મોતનો આંકડો, દુનિયા સ્તબ્ધ 


શાંઘાઈના સિવિલ અફેર્સ બ્યુરો ડેપ્યુટી હેડે જણાવ્યું કે એરોસોલ ટ્રાન્સમીશનનો અર્થ છે કે વાઈરસ હવામાં હાજર સુક્ષ્મ ટીપા સાથે ભળીને એરોસોલ બની રહ્યો છે. મેડિકલ એક્સપર્ટના જણાવ્યાં મુજબ શ્વાસમાં તે ભળવાથી ચેપ ફેલાઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે તેને ધ્યાનમાં રાખીને અમે લોકોને અપીલ કરી છે કે તેઓ કૌટુંબિક સભ્યોને ચેપ લાગવાથી બચાવાના ઉપાયોને લઈને પોતાની જાગરૂકતા વધારે.


એક્સપર્ટનું એમ પણ કહેવું છે કે ડાઈરેક્ટ ટ્રાન્સમીશનનો અર્થ છે કે જેને ચેપ લાગ્યો છે તે વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય તો પાસેની વ્યક્તિ શ્વાસ લે તો તે વાઈરસ તેમાં પ્રવેશી જાય. જ્યાર કોન્ટેક્ટ ટ્રાન્સમીશનનો અર્થ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવી વાઈરસથી પીડાતી કોઈ વ્યક્તિને સ્પર્શ કરીને પોતાના મોઢા, નાક કે આંખને સ્પર્શ કરે તો તેમા વાઈરસ ભળેલા સુક્ષ્મ ટીંપા જે ચીપકેલા હોય છે તે બીજા વ્યક્તિને પણ ચેપના ભરડામાં લઈ લે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube